તૈયારી રાખજો
તૈયારી રાખજો
દિલમાં પ્રેમ મારા માટે જારી રાખજો,
તમારા હૈયે થોડી જગ્યા મારી રાખજો,
ભલે રૂબરૂ મળાય કે ન મળાય,
પણ જીવનભર યારી રાખજો,
સંબંધો તો ઘણા હશે તમારા જીવનમાં,
પણ જગ્યા ખાસ દિલમાં અમારી રાખજો,
ભલે ભૂલી જાઉં જીવનમાં સઘળું તમે,
પણ યાદ પ્યારી એક દિલમાં રાખજો,
મહેકી જશે અદ્ભૂત ખુશ્બૂથી જીવન બાગ,
હૈયે મધ મધતા ફૂલોની ક્યારી રાખજો,
નથી આ પળ પળ બે પળનો સાથ આપણો,
સદીઓ સુધી સાથે રહેવાની તૈયારી રાખજો.
