Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tirth Soni "Bandgi"

Abstract

4.5  

Tirth Soni "Bandgi"

Abstract

તારવાનું હોય છે

તારવાનું હોય છે

1 min
254


જે બળે તે ઠારવાનું હોય છે,

અશ્રુ એવું સારવાનું હોય છે,


ખેલમાં પામી જવું, એ જીત ક્યાં ?

પ્યારમાં તો હારવાનું હોય છે,


આવરણ ઓઢી કરે નાટક સગા,

લક્ષ્ય મનમાં મારવાનું હોય છે,


ભાવ ભૂંડા સૌ ભલે રાખે છતાં,

મન સદા નિતારવાનું હોય છે,


'બંદગી' નિ:સ્વાર્થ રાખી લાગણી,

કામ તારું તારવાનું હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract