તારું ખેંચાણ - ચાંદ અને ચકોર
તારું ખેંચાણ - ચાંદ અને ચકોર
સાગરમાં ઉમટતી ભરતી જેવા જાણે ઉન્માદ છે
મારામાં તુજ ઉમટે, જાણે જન્મો જનમનો સાદ છે,
નૃત્ય શરૂ થતા જ ઝંકૃત થઈ જાતી હોય છે ઝાંઝર
મારામાં તુજ ઉમટે, જાણે નૃત્ય સંગ નૃપુરનો નાદ છે,
ચાંદ અને ચકોરની પ્રેમ વાતો તો સાંભળી છે મે પણ
મારામાં તુજ ઉમટે, જાણે સમાયો ચકોરનો અવસાદ છે,
મારા સમગ્ર રોમ રોમ અને અણુ એ અણુમાં વ્યાપ્ત છે તું
મારામાં તુજ ઉમટે, જાણે મારા અસ્તિત્વમાં તારો નિનાદ છે,
તપ્ત ધરતીને તરસ હોય છે વાદળના વરસવાની
મારામાં તુજ ઉમટે, જાણે ધરતી પુકારતી વરસાદ છે,
કૃષ્ણની વાંસળીના સૂર સાંભળી રાધા થઈ જાય છે બહાવરી
મારામાં તુજ ઉમટે, જાણે રાધાને વાંસળીના સૂર આવે યાદ છે.

