STORYMIRROR

DIPAKKUMAR RAVJIBHAI SHARMA

Comedy

4  

DIPAKKUMAR RAVJIBHAI SHARMA

Comedy

સ્વપ્ન

સ્વપ્ન

1 min
355

ભરશિયાળે આજ મને પરોઢિયે વળ્યો પરસેવો,

ભરઊંઘમાંથી ભાઇ હું તો જુઓ નાતો કેવો ?

ઘરમાં જઇને હું તો મંડી પડ્યો રોવા,

થોડીવારમાં તો આવ્યા મારા પડોશી જોવા.


ભેંકડો તાણેલો બંધ થતો નથી ને,

સૌ પૂછે ભાઇ કશું થયું નથી તને ને ?

તિજોરી ખોલીને જોતાં જોયું હેમખેમ,

બધું જોયું મેં તિજોરીમાં હતું એમનુ એમ.


ચહેરો મારો બદલાણો ને થયો હું થોડો હસતો,

પછી તો આવનારાનો પણ લાગ્યો જરા મૂડ ખસતો,

ક્રોધાગ્નિ સૌનો ભભૂક્યો, ક્યારેક નથી કેમ ભસતો, 

હું પણ હવે જબરો શરમાણો મનમાં મુસ્કુરાતો.


ગુસ્સો બધા શાંત કરો તો કરું વાત હું મારી,

મને આવેલું સ્વપ્ન કે થઈ મારા ઘરમાં ચોરી,

કાલે જ લાવેલો બેન્કમાંથી હું તો નોટોની થપ્પડ કોરી,

પડ્યો જબરો ધ્રાસકો મને ને થયો રેબઝેબ પરસેવો.


તેથી રડતો રડતો હું તો નાઠેલો એવો ને એવો,

જઇ તિજોરી ખુલ્લી મંડયો હું તો રોવા,

ભેંકડો મારો સાંભળીને તમે પણ આવ્યા જોવા,


પત્ની કહે રાતના મારી ભૂલથી રહી ગઈ તિજોરી ખુલ્લી, 

આ સાંભળી હાશકારો થયો ને ઉડી ગઈ મારી ખિલ્લી, 

તમે મારા છો સાચા સંબંધી દુ:ખ જોઈ દોડી આવ્યા,

તેથી જ વડવાઓએ કહ્યું છે પહેલો સગો છે પડોશી,

સુખ-દુ:ખમાં સૌ સાથે જ રહેશું ને છવાઈ ગઈ ખામોશી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy