સૂર્ય અને પર્યાવરણ
સૂર્ય અને પર્યાવરણ
દીવે અંધારું ઉલેચવા મથે બે પગો એક ઓરડે,
બ્રહ્માંડ સર્વત્ર ઝળહળે દિવાકરને એક જ શેરડે,
તપ ત્યાગ સૂર્યની દુઆ થકી સૃષ્ટિ નભતી જાણ્યું,
તો ય પાછું ચપટી ધૂળ લઇને બાણ સામે તાણ્યું,
કાપી જંગલ, ઉઝાડી બાગ, બીડ દિલડાં બાળ્યા,
ખેડી ડુંગર વહેતી નદીઓના નીર નેવેથી વાળ્યાં,
ખાળ્યા સમુંદર તોડ્યા તટ ઊંડા પેટાળ ઢંઢોળ્યા,
સરકતા શુદ્ધ જલ પર અમસ્તા તેલ ભંડાર ઢોળ્યાં,
થાય કોપાયમાન સવિતા નારાયણ જો એક ક્ષણ,
કકડભૂસ પહાડ સૂકા દરિયા લીલુડી ધરા બને રણ,
દીવે અંધારું ઉલેચવા મથે બે પગો એક જ ઓરડે,
બાંધે ઉછળતા કૂદતાં માનવીને એ મોતને દોરડે.
