સૂરજ
સૂરજ
ઢળતી રાતને સૂરજનો ક્યાં આભાસ મળશે ?
એટલેજ ક્ષિતિજે
એક વાદળને છાંયો ઉદાસ મળશે,
પૂરો થયો દિવસ આખો
એવો સૂરજનો ચહેરો નિરાશ મળશે,
સમજે નહિ કે આતો એક સંધ્યાની વાત
બીજી ક્ષિતિજે દિવસનો પ્રકાશ મળશે,
નવા શહેર ને નવો ઉજાસ મળશે
વેરાયા પ્રકાશિત કિરણો એવા કે..
ને નવી સવારની લાલી આસપાસ મળશે.
