STORYMIRROR

Minakshi Jagtap

Abstract Fantasy Others

3  

Minakshi Jagtap

Abstract Fantasy Others

સ્ટેટસ

સ્ટેટસ

1 min
153

મોબાઈલની આ દુનિયાએ તો ખરી કરી છે,

નાનકડા આ ડબ્બામાં દુનિયા ભરી પડી છે,


પણ વાત મારે કરવી વોટ્સએપના સ્ટેટસની

આ એક ચીજ એવી, જેને લોક હૈયાને જાણી,


હોય કોઈનો જન્મ દિવસ કે થયો કોઈનો મૃત્યુ

સ્ટેટસના એક ફોટાથી વિશીંગ ડે વિત્યું,


મારા ઘરે લાવ્યા અમે નવું ફ્રીજ ને ટીવી

મારા ભાઈના લગ્ન થયા એ લાવ્યો સુંદર બીવી,


દરેક પ્રસંગની દરેક વિધિના ઈમેજ મૂક્યા

નવા નવા ડ્રેસ ને સાડી પહેરી મલકાયા,


પ્રેમની હોય લાગણી કે હોય દુઃખની છાયા

બે વાક્યથી વ્યક્ત થતી અવ્યકત હૃદયની માયા,


શત્રુ હોય કે મિત્ર, સામે કોઈ ન શકે બોલી

વાત મૂકે સ્ટેટસ પર, હૈયું નાખે ખોલી,


ઈષ્ટદેવને ઓળખાવી, સ્મરણ કરતાં રહેતા

ઘરનાં મંદિરમાં કોઈ દિ દીવોય નથી કરતા,


સલાહ, સૂચન, સુવિચાર કે હોય કટાક્ષતા,

મન દુભાય એની જરાય વિચાર નથી કરતા,


ચૌથ, પૂનમ, અગિયારસ, આવે અનેક તિથિ

બસ સ્ટેટસ જોઈ લો, કેલેન્ડરનું કામ નથી,


એક વિતના આ ડબ્બામાં બિઝનેસ પણ ધૂમ મચાવે,

સાડી, ડ્રેસ, કોસ્મેટિકની મસ્ત જાહેરાતો આવે,


આજે કોણે શું ખાધું, સ્ટેટસ પર જોવા મળતું

જોઈ મોંમાં પાણી આવે, પણ ખાવા નથી મળતું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract