STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ર૬

સરદારનું ગીત - ર૬

1 min
444

નાગપુર ઝંડા સત્યાગ્રહ (ઈ,સ, ૧૯ર૩)

નાગપુરે તિરંગાનો, ખેલાયો એક જંગ રે;

જોઈ એ જંગને લોકો, રહી ગયેલ દંગ રે,

સરઘસ લઈ ઝંડો, થતું હતું પસાર રે;

પાલીસે ઝૂંટવી ઝંડો, કર્યા ગિરફતાર રે,


સ્વયંસેવકને મારી, કાળો કરેલ કેર રે;

મારી ગટરમાં ફેંકયા, ધ્રૂજી ગયું શહેર રે,

સરકારે લઈ લીધો, લોકોનો અધિકાર રે;

ને લોકોએ કરી લીધો, લડતનો વિચાર રે,


જેલની યાતના વેઠી, તોયે તોડી ન ટેક રે;

પોલીસોએ કરી દીધો, મારનો અતિરેક રે,

કરવાને સભાબંધી, હુકમોય કઢાય રે;

રોકવા લડવૈયાને, પેતરાઓ રચાય રે,


મળ્યો વલ્લભભાઈને, મોકો મનપસંદ રે;

તૈયારી કરવા લાગ્યા, દેશના ફરજંદ રે,

નાગપુર જવા કર્યા, સેવકોને વિદાય રે;

ને પરિસ્થિતિ જોવાને, ત્યાં પોતે પણ જાય રે,


સરકારે ધરાઈને, વાંકા બોલેલ બોલ રે;

પ્રજાને પાડવા પાછી, જૂઠા વાગેલ ઢોલ રે,

જેલ અને લિલામોની, ધમકીઓ અપાય રે;

યુદ્ઘના મારગે તોયે, લોકો ડરી ન જાય રે,


સેવકો પ્રાંતપ્રાંતોના, જવા લાગેલ જેલ રે;

માને પોલીસ તેઓને, રખડુ-ભટકેલ રે,

રોટલા કાંકરીવાળા, પાણી સમાન દાળ રે;

એ ઉપરાંત કેદીને, ખાવા મળેલ ગાળ રે,


ઉપાડે એકલે હાથ, ભાઈ વલ્લભ કામ રે;

હવે ઓછો થવા લાગ્યો, સરકારી દમામ રે,

સરકારે સમાધાની, કરવા સમજેલ રે;

લોકોની શરતો માટે, કબૂલ થૈ’ ગયેલ રે,

**

સરઘસ લઈ ઝંડા, ત્યાં પસાર થઈ ગયું;

સરકાર ગઈ હારી, નીચાજોણું ફરી થયું.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract