Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - પ

સરદારનું ગીત - પ

1 min
497


લગ્ન (ઈ,સ, ૧૮૯૩)

વર્ષો વલ્લભનાં વીત્યાં, ભણવામાં અઢાર રે;

દેખાયો ઘરમાં કંઈ, હર્ષનો અણસાર રે,

માતા અને પિતા વચ્ચે, ધીમેથી વાત થાય રે;

ને આજુબાજુના ગામે, કોઈના ઘેર જાય રે,


માબાપ છોકરી શોધે, બેટા વલ્લભ કાજ રે;

ઢોલ ને શરણાઈનો, સંભળાય અવાજ રે,

નામે ઝવેરબા કન્યા, કરી લીધી પસંદ રે;

ઘરે આનંદ ફેલાયો, પરણે ફરજંદ રે,


કરે બધાં મળી સાથે, ઘરનો શણગાર રે;

કો’ના મુખે ન દેખાય, થાકનો અણસાર રે,

મીઠાઈઓ બનાવે છે, લાવે છે ઉપહાર રે;

બૈરાઓના પગે રૂડો, થાય છે ઝણકાર રે,


મીઠા મધુર કંઠેથી, ગવાય લગ્ન ગીત રે;

વિધિ કરી પતાવે છે, પારંપરિક રીત રે,

સાજન માજનો સાથે, રૂડી જોડાય જાન રે;

વલ્લભ વર છોગાળો, લાગે જાણે કહાન રે,


વાજતે ગાજતે આવે, માંડવે ભરથાર રે;

ઝવેરબા સજાવે છે, આંખે સ્વપ્ન હજાર રે,

ચોરી ફેરા ફરે ચાર, વલ્લભ ને ઝવેર રે;

પરણી ઊતરી તેઓ, આવે છે નિજ ઘેર રે,


લગ્નમાં ન ગમે એને, પે’રામણી રિવાજ રે;

કોઈ પે’રામણી લ્યે તો, ઉઠાવે અવાજ રે,

વાત પે’રામણીની જો, આવે વલ્લભ કાન રે;

હાડમાં ઊતરે એવાં, વાકયો છોડે મહાન રે,


જુએ પે’રામણી લીધી, એવો એ અણસાર રે;

કહે આ આખલાના છે, કેટલાક હજાર રે,

વલ્લભના કટાક્ષો એ, ઊતરે રોમેરોમ રે;

છોડે ખોટા રિવાજોને, લાવે નવીન જોમ રે,

**

મથ્યા વલ્લભભાઈ છે, સમાજને સુધારવા;

સફળતા મળે એને, વહે બધે નવી હવા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract