Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૯

સરદારનું ગીત - ૯

1 min
543


વિલાયતમાં (ઈ,સ, ૧૯૧૦-’૧ર)

ઓગણીસો દસે તેઓ, વિલાયત ગયેલ રે;

બોરસદે જરાકેય, જાણ નો’તી થયેલ રે,

કાશીભાઈ ઉપાડે છે, ઘરનું કામકાજ રે;

ગયા વલ્લભભાઈ છે, બનવા સરતાજ રે,


મુંબઈમાં પહોંચે છે, બેસવા આગબોટ રે;

બેરિસ્ટર થવાની આ, હતી મૂકેલ દોટ રે,

ને એડન સુધી સિંધુ, તોફાનીએ ચડેલ રે;

તેથી વલ્લભભાઈને, ઊલટીઓ થયેલ રે,


રોમન લો ગયા વાંચી, માર્સેલ્સ આવતાં જ રે;

વ્યવસ્થા થૈ રહેવાની, લંડન પોં’ચતાં જ રે,

મિડલ ટેમ્પલે તેઓ, દાખલ થય જાય રે;

રોમન લો પરીક્ષામાં, તુરંત પાસ થાય રે,


મનમાં ધૂન તેઓને, જલ્દી પાસ થવાય રે;

બેરિસ્ટર બનીને તો, જલ્દી ઘેર જવાય રે,

લાઈબ્રેરી જઈ વાંચે, દસ-બાર કલાક રે;

વાંચવામાં કદી’ તેઓ, અનુભવે ન થાક રે,


મળી પૂર્વ કસોટીમાં, પાંચ પાઉંડ ભેટ રે;

રાખેલ યાદ હંમેશાં, ઘેર મૂકેલ પેટ રે,

લીધો છેલ્લી કસોટીમાં, તેણે નંબર એક રે;

માન સાથે થયા પાસ, જાળવીને વિવેક રે,


રહ્યાં છે ભોજનો બાકી, એ સિવાય ન કામ રે;

બે ટર્મ માફની અર્જી, કરે મંડળ નામ રે,

એ અર્જી ધ્યાનમાં રાખી, પડયો વિચાર ધોધ રે;

અર્જી રદ કરી નાખી, ઊઠયો હતો વિરોધ રે;


અંતે સમય પૂરો થ્યો, થયો હર્ષ અપાર રે;

પદવી વિધિમાં ચાલ્યા, લૈ ટેકો આપનાર રે,

ચાલ્યા વિદેશ છોડીને, જ્યાં પૂરી વિધિ થાય રે;

ટેકો દેનાર આપે છે, ચિઠ્ઠી લખી સહાય રે,

**

હવે વિદેશ છોડીને, ચાલ્યા સ્વદેશ આવવા;

ઊભો છે દેશનો કાંઠો, વીરને આવકારવા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract