STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૭૩

સરદારનું ગીત - ૭૩

1 min
615

બીમારી વધી તોયે (ઈ,સ, ૧૯૪પ)

ચુમાળીસ સુધી તેઓ, જેલવાસ રહેલ રે;

પિસ્તાળીસે બધા છૂટા, ચૌદ જૂને થયેલ રે,

વાઈસરોય વેવેલ, ગાંધીજીને મળેલ રે;

હિંદ છોડો લડાઈને, ખેંચી લેવા કહેલ રે,


ગાંધીજીએ કહી દીધું, છોડી ભારત જાવ રે;

મારો બીજો નથી કોઈ, એના સિવાય ભાવ રે,

અમારો દેશ સોંપી દો, માગણી એ જ થાય રે;

બ્રિટિશ રાજમાં શ્વાસ, અમ રૂંધાય જાય રે,


યુદ્ઘમાં વળતાં પાણી, જર્મનીનાં કરાય રે;

વધે આગળ જાપાન, જર્મની હાર ખાય રે,

મળે ગાંધી અને ઝીણા, વાટાઘાટ કરાય રે;

એમની વાતમાં કોઈ, ઉકેલ ન લવાય રે,


કરવા વચગાળાની, રાષ્ટ્રીય સરકાર રે;

વાઈસરોય મંડાવે, વાતચીત ધરાર રે,

ભૂલાભાઈ ગયા માની, તૈયાર થૈ ગયેલ રે;

લિયાકત અલીખાન, તેની સાથે રહેલ રે,


મળવું સિમલા ખાતે, એવો વિચાર થાય રે;

બધા પક્ષો મળી તેમાં, નિર્ણય પર જાય રે,

પચીસ જૂનના રોજ, શંભુમેળો ભરાય રે;

રાખી ધીરજ ગાંધીએ, વાટાઘાટો કરાય રે,


મુસ્લિમ લીગના લીધે, પરિણામ ન થાય રે;

નિરાશ વદને પૂરી, પરિષદ કરાય રે,

કાળજી માંદગીમાંયે, રાખે ન સરદાર રે;

વધારો દુ:ખમાં થાય, કરે ન ઊંહકાર રે,


મોટું આંતરડું કામ, આપતું બંધ થાય રે;

ડો, દિનશા મહેતાના, ઉપચારો કરાય રે,

મળી રાહત તેનાથી, આરામ સૂચવાય રે;

આરામ પાલવે કેમ, દેશ હિત રખાય રે,

**

માંદગીમાં રહે હૈયે, સદાયે હિત દેશનું;

આરામનું પછી નામ, પહેલા નામ કામનું.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract