STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૭

સરદારનું ગીત - ૭

1 min
549

વકીલાત (ઈ,સ, ૧૯૦ર થી ૧૯૦૯)

સાલ છે ઓગણીસો બે, બોરસદે મુકામ રે;

મંડયા આટોપવા કામ, ઉલ્લાસથી તમામ રે,

થોડા અમલદારો ત્યાં, ખૂબ છકી ગયેલ રે;

થોડા વિઠ્ઠલભાઈના, વિરોધી છે બનેલ રે,


એક કેસે ફસાયો છે, ત્યાં મામલતદાર રે;

બચાવવો હતો તેને, છે મેજિસ્ટ્રેટ યાર રે,

કર્યો વલ્લભભાઈનો, બચવા કાજ સંગ રે;

થયા દૂર વિવાદો ને, આવી ગયો ઉમંગ રે,


હોય વલ્લભભાઈ ત્યાં, કેસ જીતી જવાય રે;

ડરથી તેમના આવા, કોર્ટ આણંદ થાય રે,

કર્યો વલ્લભભાઈએ, આણંદમાં મુકામ રે;

કેસ છૂટી જવા લાગ્યા, ત્યાંના પણ તમામ રે,


ગઈ કોર્ટ ફરી આવી, બોરસદ શહેર રે;

ખૂબ તેઓ કમાયા છે, થયા લીલાલહેર રે,

વિલાયત જવા માટે, હવે તૈયાર થાય રે;

તેઓને સમજાવીને, ભાઈ વિદેશ જાય રે,


ભાઈના ઘરનો ભાર, પોતે જ ભોગવેલ રે;

ખર્ચ વધી ગયો તોયે, પરવા ન કરેલ રે,

ભાભી-પત્ની કરે રોજ, સામસામે કલેશ રે;

કૈં કહ્યું નહિ ભાભીને, ભાઈ હતા વિદેશ રે,


પત્ની પિયર રાખીને, ભાભીને સાચવેલ રે;

ભાઈ ખાતર પોતે જ, કષ્ટો ખૂબ સહેલ રે,

જનમ્યાં સુપુત્રી એક, મણિબહેન નામ રે;

ડાહ્યાભાઈ પુત્રરૂપે, જન્મે મોસાળ ગામ રે,


થૈ બેરિસ્ટર ભાઈ તો, આવી ગયેલ ઘેર રે;

બિમારીમાં ફસાયાં છે, હવે પત્ની ઝવેર રે,

મુંબઈ મોકલી દીધાં, કરવા ઉપચાર રે;

બચ્યાં નહિ છતાં તેઓ, કોર્ટે આવેલ તાર રે,

**

બાળકોને ઉછેરે છે, ને પૈસા એકઠા કરે;

ગોઠવણ બધી થૈ ગૈ, પછી વિદેશ સંચરે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract