STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૬૯

સરદારનું ગીત - ૬૯

1 min
530

ક્રિપ્સ નિષ્ફળ (ઈ,સ, ૧૯૪ર)

ચર્ચિલને થઈ ઈચ્છા, ક્રિપ્સને મોકલેલ રે;

છેવટની સમાધાની, કરવાનું કહેલ રે,

માર્ચ ત્રેવીસના તેઓ, દિલ્લી પોં’ચી ગયેલ રે;

આવી તેણે ઘણા સાથે, મસલતો કરેલ રે,


ગાંધીને મળવા માટે, દિલ્લીમાં નોતરેલ રે;

તેઓના હાથમાં તેણે, દરખાસ્તો ધરેલ રે,

દરખાસ્તો લઈ વાંચી, પછી હસી રહેલ રે;

ક્રિપ્સને એમના માટે, સાંભળવું પડેલ રે,


ભાગલા દેશના ત્રણ, કરવાનું લખેલ રે;

આવી વાત અહીં કોઈ, સ્વીકારી ન શકેલ રે,

ક્રિપ્સ પછી લઈ તેને, કારોબારી ગયેલ રે;

ને અહીં પણ કોઈએ, સ્વીકાર ન કરેલ રે,


દેખાયાં સહુને એમાં, કલહનાં બીજ રે;

જેણે જાણેલ તેઓને, ચડી ગયેલ ખીજ રે,

કારોબારી કરે એને, નકારતો ઠરાવ રે;

ક્રિપ્સ બહુ હતા મીઠા, છોડે નહિ સુઝાવ રે,


વલોવી જેમ પાણીને, માખણ ન થયેલ રે;

વાટાઘાટો થઈ તોયે, કંઈ નો’તું વળેલ રે,

બધા પક્ષો વતી તેનો, અસ્વીકાર થયેલ રે;

ક્રિપ્સ સાહેબ તેનાથી, પાછા ચાલ્યા ગયેલ રે,


વિલાયત પહોંચીને, જૂઠની હદ થાય રે;

કોંગ્રેસનો બધો વાંક, તેના વડે કઢાય રે,

ગાંધી-જવાહરે એનો, આપી દીધો જવાબ રે;

ખોટખોટા ઘણા ગાજ્યા, તોયે ક્રિપ્સ જનાબ રે,


એ વિશે સરદારેય, પ્રવચનો કરેલ રે;

ને ગુજરાતમાં તેઓ, સમજાવી રહેલ રે,

ધોખાબાજ અને ખોટી, યોજનાને કહેલ રે;

હળાહળ હતું ઝેર, યોજનામાં ભરેલ રે,

**

પહેલા યોજના લાવ્યો, ક્રિપ્સ પછી ફરી ગયો;

કોંગ્રેસને દઈ દોષ, વિદેશ ઊપડી ગયો,

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract