Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૩

સરદારનું ગીત - ૩

1 min
487


વિદ્યાભ્યાસ (ઈ,સ, ૧૯૦૦ સુધી)

આજકાલ કરી વીત્યાં, બાળનાં પાંચ વર્ષ રે;

બેસાડયો બાળ શાળાએ, રાખી હૃદય હર્ષ રે,

કરમસદ માંહે એ, ભણ્યો ધોરણ સાત રે;

ગુજરાતી થઈ પૂરી, રૈ યાદ એક વાત રે,


હતા શિક્ષાક એવા એ, કો’ પૂછે તો ખિજાય રે;

પૂછે બાળક તો કે’તા, ભણોને માંયમાંય રે,

વલ્લભ આ કરે નક્કી, ગુરુકિલ્લી ગણાય રે;

ઉત્તમ ગુરુવાણી છે, પરસ્પર ભણાય રે,


તે દિનથી ભણે જાતે, ન લે કો’ની સહાય રે;

જાતે જાતે ભણીને એ, સૌની આગળ જાય રે,

ગુજરાતી ભણીને આ, અંગ્રેજીની ન ઢીલ રે;

બેરિસ્ટર થઈ જાવું, કે થૈ જાવું વકીલ રે,


કરમસદમાં ખુલ્લી, અંગ્રેજીની નિશાળ રે;

ત્રણ ધોરણ તેમાં થ્યાં, વિચાર થ્યો વિશાળ રે,

શીખવા વધુ અંગ્રેજી, ગયો એ પેટલાદ રે;

પાંચ થૈ ચોપડી પૂરી, ગયો એ નડિયાદ રે,


બાવીસ વરસે કર્યું, તેણે મેટ્રિક પાસ રે;

આ ગાળામાં બરોડામાં, માર્યું ચક્કર ખાસ રે,

આ સમયે વિચારે છે, ભણીને શું થવાય રે;

થવું માસ્તર ગોઠે નૈ, શેં’થી સંતોષ થાય રે !


મુકાદમ થવું કેમ, મન કેમ મનાય રે;

ગમે ન નોકરી નીચી, ઊંચે કેમ જવાય રે,

ગરીબી આ નડે આડી, શું વિના દામ થાય રે ?

બેરિસ્ટર થવું છે તો, વિદેશ શેં જવાય રે,


અંતે નક્કી કરી લીધું, જલ્દી થવું વકીલ રે;

પૈસો આવ્યા પછી કોઈ, રે’શે નૈ આડખીલ રે,

મે’નત કરવા લાગ્યો, પાસ થવા વિચાર રે;

પરીક્ષાને ગમેતેમ, કરી દેવી પસાર રે,

**

પાસ કરી પરીક્ષા છે, વકીલ જલદી થવા;

ઓગણીસો તણી સાલે, ઊપડયો ગોધરા જવા,

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract