સ્પર્શ
સ્પર્શ
જીવનરૂપી ટંકશાળનો અમૂલ્ય સિક્કો છે સ્પર્શ,
મનના અનેકવિધ ભાવોની અભિવ્યક્તિ છે સ્પર્શ,
પોતીકાંઓની નિઃસ્વાર્થ લાગણીઓનો નિચોડ છે સ્પર્શ,
બાળપણની નયનરમ્ય નિખાલસવૃત્તિનું દર્પણ છે સ્પર્શ,
યુવાની તણાં સૌંદર્યની અદ્ભુત અનુભૂતિ છે સ્પર્શ,
નવવિવાહિતાના મુખ પરની લાલિમાનો નિખાર છે સ્પર્શ,
યુગલોનાં ગાઢ પ્રેમ તણી અબોલ વાણી છે સ્પર્શ,
અસાધ્ય દુઃખનું એકમાત્ર નિવારણ છે સ્પર્શ,
ઘડપણની હૂંફ ને સહકારનું પ્રતિબિંબ છે સ્પર્શ,
જીવનની ઘટમાળમાં ક્ષણેક્ષણ અનુભવાય છે સ્પર્શ.
