સપનાંઓનો દરિયો
સપનાંઓનો દરિયો
સૂતા અને જાગતા હું,
સપનાઓનો દરિયો છું,
મંઝિલે પહોંચવા માટે હું,
દિન રાત વહ્યાં કરું છું...
રોજ સપનામાં નિહાળીને હું,
તુજને મળવા અધીરો છું,
દરિયો હોવા છતાં તરસ્યો છું હું,
તરસ છિપાવવા ઈચ્છું છું..
મોજા બની લહેરાઉ છું હું,
યૌવનની અંગડાઈ અનુભવું છું,
કિનારે દોટ મૂકીને હું,
તારા મિલન માટે તડપું છું...
પ્રેમની સરિતા રૂપે આવો તો હું,
ઉમંગથી ભેટવા આતુર છું,
હૃદય મારૂં વિશાળ છે "મુરલી",
મારામાં સમાવવા હરખું છું.

