સફેદી
સફેદી
સૂઈ ગઈ છે લીલોતરી ઓઢીને સફેદીનું કફન
વ્હાલપને સમય નથી કોણ કરે કૂંપણનું જતન
ચાલ તને આજ તારું બચપણ આપી દંઉ,
થોડીક વાર રમી સંગ સગપણ બાંધી દંઉ
ખરે છે સમયે નીત નવા વર્ષો કેલેન્ડરમાં,
જરાક વાર ખમે અંગ બચપણ સાંધી દંઉ.
બે દિવસથી નિરંતર ખર્યા જ કરે છે બરફ થઈ
બંધ બારણાં સદંતર ભર્યા જ કરે છે બરફ થઈ.
કોણ ટપાલી ભૂલ્યો પડે? પગલાંય પડ્યા નથી બરફ મહીં,
દર માં પૂરાણાં સૌ સૌના, સપનાનાં દિવસ છે બરફ મહીં.
