સંગમ
સંગમ

1 min

6
જીવનમાં બધા સંબંધો મોસમ મુજબ છે
પણ સંગમ તો એક જ સંબંધમાં છે
એ સંબંધ એટલે.......
વગર બોલાવે આવી જાય
એ દોસ્ત.
વગર કહ્યે મુશ્કેલી જાણી જાય
એ દોસ્ત.
તમારું દુઃખ જેને હલાવી જાય
એ દોસ્ત.
આખોં થી બધું સમજાવી જાય
એ દોસ્ત.
વગર માગ્યે જરૂરત પુરી કરી જાય
એ દોસ્ત.
ભાઈથી પણ વિશેષ માને
એ દોસ્ત.
નાની વાતે ખોટું લગાડી જાય
એ દોસ્ત.
મોટી વાતને પણ મન પર ન લે
એ દોસ્ત.
મનાયા વગર માની જાય
એ દોસ્ત.
દરેક સંબંધ નો સંગમ કરી જાય
એ દોસ્ત.
સંબંધ માં કોઈની તોલે ન આવે
એ દોસ્ત.
જિંદગી ભલે હોય વ્યસ્ત છતાં ફ્રી કહે
એ દોસ્ત.
ઈશ્વરનું એક અનોખું સર્જન
એ દોસ્ત.