સુખ દુઃખ
સુખ દુઃખ

1 min

4
દર્દના ઘૂટડા પી ગયો,
હવે સુખના ચંદન ઉગશે,
મેણાં ટોણાંની પોટકી બાંધી જોજનો દૂર ફેંકી આવ્યો,
હવે જીવશુ સુખેથી.
આંખના આંસુ પી ગયો,
હવે ઉદાસી નહીં હોય ચેહરા પર,
એક દી પૂછ્યું એસી વર્ષના ડોહાને,
સુખ દુઃખ કેવા રહ્યા ?
દુઃખની નદીયો વહી છે જિંદગીમાં,
સુખના ખાબોચિયા જોવા મળ્યા.
ડૉક્ટર થઈને પણ શબ્દ ના ઘાના ભરી શક્યો ?
માણસ દોડધામ માં જિંદગી ના જીવી શક્યો ?