વૃક્ષોનો સંદેશ
વૃક્ષોનો સંદેશ


હે માનવી જરૂરતો હતી તારે,
વગર માંગે આપ્યા ભારે-ભારે,
તને મોંધેરા આપ્યા ફળ ફૂલ,
પણ તું ના માણી શક્યો અમારા ફૂલ.
ઔષધ રૂપે તને અમે ઘણા આપ્યા લાભ,
પણ તે દરેક જગ્યાએ ઉઠાવ્યા અમારા ગેરલાભ.
પુરા પાડયા તારા ઘરના ફર્નિચર,
તે આશા પણ ક્યાં રાખી છે બીજા પર.
જીવન શક્ય બનાવ્યું શુધ્ધ O2 આપીને,
વતાવરણ શુધ્ધ બનાવ્યુ CO2 લઈને,
ગઈ જિંદગી આખી માનવી તને લાકડું પૂરું પાડવામાં,
ખૂબ જ ભાગ ભજવ્યો અમે વરસાદ લાવવામાં.
તોય તું માનવી ન ધરાયો,
મૂળિયા કાઢી અમને તે હરાયા,
આવી શરમ અમને જોઈ તમારા સ્વાર્થ.
બાળ્યું અડધું અંગ અમારું,
તારી કાયાના કર્યા અગ્નિસંસ્કાર,
હજુ સમય છે કહે છે 'રાઠોડ' વૃક્ષો વાવો,
નહીંતર પછી અમારા કોઈ ગુણલા ન ગાવો.