સમયની મુલાકાત
સમયની મુલાકાત


સમય સમયની વાત છે,
હજી યાદ છે એ મુલાકાત.
રમતા રમતા લડી પડતા,
લડતા લડતા હસી પડતા.
વાતવાતમાં કિટ્ટી કરતા,
તોય થોડી વારમાં વાતું કરતા.
સમય સમયની વાત છે,
હજી યાદ છે એ મુલાકાત.
શાળાએ જતા સથવારો કરતા,
ન સહાય થાય એવી મજાક કરતા.
શાળામાં સાહેબની આજ્ઞાનું પાલન કરતા,
તોય વાતો તો ઘણીબધી કરતા.
પેલો નંબર લાવવાનો પ્રયત્ન કરતા,
પણ એ માટે એટલી મહેનત ન કરતા.
ખરેખર એ સમય ની વાતો કરતા,
જુવાની ફિક્કી છે બાળપણ કરતા.
સમય સમયની વાત છે,
હજી યાદ છે એ મુલાકાત.
એ બાળપણના દિવસો એ જ ,
અમારી પેલી કે છેલ્લી મુલાકાત.
સમય સમયની વાત છે,
હજી યાદ છે એ મુલાકાત.