STORYMIRROR

Arjunsinh Rajput

Action Classics Inspirational

4.5  

Arjunsinh Rajput

Action Classics Inspirational

સેવાનાં અનેક માધ્યમો

સેવાનાં અનેક માધ્યમો

1 min
25

 અન્ન અને ગાયને ઘાસ, એ તો સેવાનું માધ્યમ છે જ. પણ...
 આખલાઓને રખડતા ન મૂકી, આશ્રયસ્થાન આપવું.
 શું એ સેવાનું માધ્યમ નથી ?

 નિરાક્ષરને અક્ષરજ્ઞાન અને નિરાધારને આધાર આપવો.
શું એ સેવાનું માધ્યમ નથી ?

 વૃદ્ધ અને દિવ્યાંગજનને જરૂર જણાએ સહારો આપવો. શું એ સેવાનું માધ્યમ નથી ?

 અનુભવવી જન-જનની પીડા અને કરવી જરૂરી મદદ.
શું એ સેવાનું માધ્યમ નથી ?

 ચાલવા માટેના માર્ગો અને આજુ-બાજુની વાડો,
રસ્તામાં આવતા-જતાં ન નડે એવી રાખવી.
શું એ સેવાનું માધ્યમ નથી ?

 પોતાના વિસ્તારમાંથી ચાલેલા વીજળીના થાંભલા,
તેના પર ચડતા વેલાઓ-વૃક્ષો દૂર કરવા.
શું એ સેવાનું માધ્યમ નથી ?

 જરૂરિયાતમંદને રસ્તો બતાવવો અને કોઈને ન નડવું.
શું એ સેવાનું માધ્યમ નથી ?

 ભૂલેલા વટેમાર્ગુ કે ભટકેલા જીવનમાર્ગુને બતાવવો યોગ્ય રસ્તો.
શું એ સેવાનું માધ્યમ નથી ?

 જાહેર જગ્યાઓ પર ન કરવો કચરો.
 શું એ સેવાનું માધ્યમ નથી ?

 કરેલી તમામ વ્યવસ્થાઓને સાચવવી, અને તેમાં યથાયોગ્ય બનવું સહભાગી.
શું એ સેવાનું માધ્યમ નથી ?

 ઇર્ષ્યાવૃત્તિ છોડીને દરેકને ગણવા પોતાના.
શું એ સેવાનું માધ્યમ નથી ?

 સ્વાર્થને છોડીને પરમાર્થ કરવો.
શું એ સેવાનું માધ્યમ નથી ?

 અણહકનું મેળવ્યા વગર યથાશક્તિ દાન આપવું.
શું એ સેવાનું માધ્યમ નથી ?

 ન થઈ શકે તો ઠીક, પણ કરી શકો તો,
છે 'સેવાનાં અનેક માધ્યમો'.


Rate this content
Log in

Similar gujarati poem from Action