વ્હાલા પપ્પા
વ્હાલા પપ્પા


યાદ તમે આવો છો જ્યારે,
તમારા સંબંધની વ્યાખ્યા શોધું છું...
આ દીવાલોમાં ગુંજી રહેલા,
તમારા શબ્દોના પડઘાને શોધું છું...
ફરવા નીકળું છું હું જ્યારે,
તમારા પડછાયાને શોધું છું...
વિચારું છું તમારા વિશે જ્યારે,
મને છોડવાનું કારણ શોધું છું...
વાંચુ છું તમારુ નામ જ્યારે,
તમારા ચહેરાને શોધું છું...
જોવું છું હું તમારો ફોટો જ્યારે,
તમારા એ ચહેરાને શોધું છું..
યાદ તમે આવો છો જ્યારે હું તમને શોધું છું.