મોજ
મોજ

1 min

189
હસતા'તા કૂદતા'તા, શાળાએ મોજ કરતા'તા,
રજાની રાહ જોતા'તા,
ક્યાં ખબર હતી કે ભગવાન પણ સાંભળતા'તા,
મદદે કોરોના લાવતા'તા,
લાંબી રજાઓમાં ઘરભેગા કરતા'તા,
પછી તો ઘરે રહીને પણ કંટાળતા'તા,
માતા-પિતાના સારા નરસા વેણ સાંભળતા'તા,
એવામાં સાહેબો કસોટી લઈને આવતા'તા,
અમે તો ક્યારેક ક્યાંક મજાથી પણ લખી દેતા'તા,
સાહેબો પણ ક્યારેક ઓનલાઇન આવતા'તા,
ઘરે કંટાળીને ક્યારેક શેરી શિક્ષણ પણ જતા'તા,
અનેક માધ્યમોથી શિક્ષણ મેળવતા'તા,
છતાંય હવે અમે અમારા માટે ફરી શાળા,
ચાલુ થવાની રાહ જોતા'તા,
હસતા'તા કૂદતા'તા, શાળાએ મોજ કરતા'તા,