વિદ્યાભ્યાસ તપસ્યા
વિદ્યાભ્યાસ તપસ્યા
1 min
10
વર્ષો પહેલા વિદ્યાભ્યાસમાં કરી હતી તપસ્યા,
એના ચહેરા ચળકતા, મલકતા, હસતા, હરખાતા જોયા છે,
મન લગાવીને કરી હતી તપસ્યા,
એના ઘર, ગાડી, બંગલા જોયા છે,
જેને ભણવામાં તપસ્યા કરી હતી વર્ષો પહેલા,
એમને આજે પેન્ટ, શર્ટ, સૂટ, બુટમાં ફરતા જોયા છે,
જે વર્ષો પહેલા લીમડાના છાંયે વાંચતા'તા,
એમને અમે આજ એ. સી ઓફિસમાં જોયા છે.
