સમયની લય
સમયની લય
સમયને સમજી શકીએ, એ તો સમયની બલિહારી છે
સમય છે અમર, સમય સહુથી ચમત્કારી છે,
દરેકે દરેક ચીજથી પર છે સમયનું ચક્ર
સમય છે અનંત અને સમય અલગારી છે,
સમયની રેત સરી જાય છે, નથી લાગતી હાથ,
સમય સામે ક્યારેય કોઈ નહીં ભરી શકે બાથ,
દરેકે દરેક ચીજથી પર છે સમયનું ચક્ર
મળેલા સમયનો ઉપયોગ કરવો રહ્યો યથાર્થ !
