STORYMIRROR

nidhi nihan

Abstract Tragedy Inspirational

3  

nidhi nihan

Abstract Tragedy Inspirational

સમજણ

સમજણ

1 min
175

સૂકી ડાળે ચકલી બેઠીને સમજાય ગયો,

ગુચવાયો દાખલો પળમાં ઉકેલાય ગયો,


દીવાલો ઊંચી ચઢી નાખી વાદ ને વિવાદમાં,

દરિયો લાગણીતણો ત્યાં જ ફંટાય ગયો,


મૂલ કોડી સમુ તાગે અન્યનુ અહંકાર ભાવમાં,

સમયની થપાટે એ જ ભૂતકાળમાં હોમાય ગયો,


સડક પરની ધૂળ પણ ના આવશે સંગાથે,

સમજે આ મર્મ એતો જગમાં પુજાય ગયો,


જાતને છેતરી જીવાય ના કોઈ જન્મારો,

નિહન બ્હારી દેખાડાથી મૂર્ખ ભરમાય ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract