સ્કોર નથી કરવો અમારે
સ્કોર નથી કરવો અમારે
અરે અમારે નથી કરવો કોઈ મોટો સ્કોર
અમને સમજણનો સ્કોર આપો ગોખણનો,
એક બાજુ તમે કહો છો કે, ટેન્શન ના લ્યો
પણ તમે જ અમને સ્કોર વચ્ચે રાખી દીધા છે,
પણ અમારે પુસ્તકિયા જ્ઞાનથી સ્કોરિંગ નથી કરવું
અમારે પ્રેકટીકલ સમજણથી સ્કોરિંગ કરવું છે,
તમે અમને ચોપડીનાં બે પાનાં વચ્ચે રાખી દીધાં
પણ અમને થોડો ફ્રિલી ટાઈમ તો કાઢવા દો,
હા, ભણતરની લાકડી મજબૂત બનાવવી છે જ અમારે
પણ રોજના ટેન્શનથી કયો સ્કોર બનશે અમારો ?
કયાં જીવનની લાકડી બનશે અમારી ?
શું કરીએ અમે આ સ્કોરિંગ જમાનામાં,
કોઈ તો અમને થોડા સમજો
કોઈ તો સમજો સ્ટુડન્ટ્સ ને.
