STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Drama

3  

Vrajlal Sapovadia

Abstract Drama

શરમજનક

શરમજનક

1 min
183

ધડકલીમાં વીંટી ચાલ્યાં 

ધકધક જયારે બંધ થયું 

સરિતા તટ શા ધાડેધાડા

ડરતાં ડરતાં કેવા દોડ્યાં,


વગર ડાઘુએ જોરથી ચાલ્યાં

ડરના માર્યા ભાંગી ભાગ્યા

ડરના મર્યા ભાગી ભાંગ્યા 

ધડ ધડાધડ નિરાધાર તર્યા,


શિર સૌનું શરમથી ઝૂક્યું

ભાગીરથીને નીર મર્યા

લાવારીસ થઈને એ હાર્યા

સ્થિતપ્રજ્ઞ છે અલકનંદા


નનામી ને ચિતા છે ગાયબ 

ચિંતા શાને મંદાકિની

ભાગ્ય ન ભૂમિ લાગી

ગંગા ને જમુના માંગી


સ્મશાન ઘાટે જાકારો દીધો 

લાઠી લક્કડ ખૂટી પડ્યા 

ઘીને દીવે ઘોબો પડ્યો 

ફૂલ બધાં કરમાઈ ગયા 


દાભડો તુલસી ક્યાંથી લાવું ? 

ધોકડ મળશે ઝાઝી નદીએ 

ગંગા જળ શું મુખમાં મૂકું ?

આખે આખો જળમાં મૂકું 


ધડકલીમાં વીંટી ચાલ્યાં 

ધકધક જયારે બંધ થયું 

કાંધિયા સૌ કાંધી પર શોભે 

સરિતા તટ ધાડેધાડા


તરતા તરતા મડદાં ચાલ્યાં 

બિન નાવ મફતમાં તર્યા 

ધડકલીમાં ધડનાં ધાડા 

માથું આજ શરમથી ઝૂક્યું 


મોઢું કેમ બતાવું હવે ? 

જિંદગીભર બિન હક્ક માર્યા  

છેલ્લે માંગવું મસાણ શાને ? 

વિશાળ તો જો નદીનો પટ્ટ 

નિકાલ થાશે ઝટ્ટ પટ્ટ ઝટ્ટ 


ધડ ધડાધડ નિરાધાર તર્યા 

શિર સૌનું શરમથી ઝૂક્યું

સો બસ્સો કે પાંચસો ?

ગણિત શેનું ગણવા માંડું ?


અગણિત લાશો તરતી તરતી 

નદી થકી દરિયે સિધાવી 

વગર મસાણે મસળી નાંખી 

શિર સૌનું શરમથી ઝૂક્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract