શોધજો
શોધજો




દરેક પરિસ્થિતિ એક સવાલ હોય છે
એમાં જિંદગી ના જવાબ શોધજો,
જીવનમાં પ્લસ માઇનસ ઘણું હશે
શાંત ચિતે હિસાબ શોધજો,
ઝાંકળ તો ઘણું હતું પાંદડે
બસ પાનખરે ભિનાશ શોધજો,
પ્રેમની અસર નજરથી સમજાય
બસ એવી પ્રેમાળ નજર શોધજો,
મઝધારે તોફાનો મળશે ઘણા
કોઈ મજબૂત પતવાર શોધજો,
ક્ષિતિજે ઘણા રંગો મળશે
પ્રણય રંગ ભરી સાંજ શોધજો.