STORYMIRROR

Darshana Hitesh jariwala

Abstract Inspirational Others

4  

Darshana Hitesh jariwala

Abstract Inspirational Others

શોધી લઈએ

શોધી લઈએ

1 min
240

તારા હાથમાં મારો હાથ,

વીતેલી ક્ષણો જીવી લઈએ,


અનુભવના ઘૂંટડા કડવા રહ્યા,

અનર્થોના અર્થ શોધી લઈએ,


અહમ ના અ ને પડતો મૂકી,

દિલની વાતો સમજી લઈએ,


સુખ દુઃખની તડકી છાયમાં,

જીવતરની પળો માણી લઈએ,


આ ખોવાયેલી જિંદગીમાં પણ,

હસવાનું કારણ શોધી લઈએ,


સૂર્યાસ્ત પછી સૂર્યોદય થાય,

આશાની કિરણો શોધી લઈએ,


પદ, પ્રતિષ્ઠાને નેવે મૂકી,

બાળપણની યાદો તાજી કરીએ,


વાત કરવાના બહાના શોધી,

રૂઠેલાને પણ મનાવી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract