શોધ
શોધ




ખોવાયેલો હું આજે,
તને શોધવા નીકળ્યો છું,
સરનામા વગર હું પોતે જ,
રસ્તા પર અટવાઈ ગયો છું,
તસ્વીર હૃદયમાં છે,
તારું નામ છે મુખ પર,
બસ આટલી માહિતીથી
હું તને શોધવા નીકળ્યો છું.
મંઝિલ સુધી પહોંચવું છે પણ
રસ્તા પહોંચાડવા માંગતા નથી.
રસ્તાઓની વચ્ચે આજે
હું એકલો અટવાઈ ગયો છું.
ખોવાયેલો હું આજે
તને શોધવા નીકળ્યો છું.