શિયાળાની સવાર આવી
શિયાળાની સવાર આવી
હાડ ધ્રુજાવી નાખતી શિયાળાની સવાર આવી,
સ્વેટર મોજા ને મફલરની સાથે મુલાકાત કરાવી,
ચીક્કી, તાલ સાંકળી, સિંગ પાક ને બોરની વાત લાવી,
અડદિયા અને ગુંદર પાકની મુલાકાત કરાવી,
સુંદર મજાની શિયાળાની સવાર આવી,
પથારી તો જાણે જીગર જાન દોસ્ત લાગે,
સૂરજનું આગમન તો જાણે શરીરમાં નવી ઊર્જા લાવે,
આ શિયાળાની સવાર આવી,
સૂરજ પણ કામ કરવામાં આળસ કરે,
મોડો મોડો જો ને એ આભે ચડે,
આ શિયાળાની સવારે,
આ ફૂલો પણ જોને ટૂંટિયુંવાળી ને સૂતા હજીઆ ઝાકળ જોને એની નિદ્રા ભગાડે,
જેમ એક માટે પોતાના બાળકને જગાડે,
શિયાળાની સુંદર સવાર આવી,
સૌને ઘરમાં છૂપાવી દેતી,
શેરી મહોલ્લા સૂના કરતી,
આ શિયાળાની સવાર આવી,
તાપણાની મજા લાવી,
દરેક શાકભાજીને સાથે લાવી,
સુંદર સ્વાસ્થ્યવર્ધક શિયાળાની સવાર આવી,
વૃક્ષો એ જાણે સમાધિ લીધી,
માનવી જો ને રજાઈ કામળા અને ધાબળાની મિત્રતા કરી.