શહીદની શાન
શહીદની શાન
સૈનિક છું ભારતીય ફોજનો, એનાથી મોટું કયું બહુમાન છે ?
શહીદ થઈ શકું દેશ માટે આનાથી મોટી કઈ શાન છે ?
અમે છીએ સૈનિક, નથી અમારી કોઈ જાત પાત
અમે છીએ ભારતીય, એટલું જ અમારુ અનુસંધાન છે,
દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ છે નારો મારો
ત્રિરંગામાં લપેટાઈને આવીએ, એટલા અરમાન છે,
અમારી સર ગરમી અને સરફરોશી માટે ગવાહ છે ઇતિહાસ
હસ્તી આપણા દેશની મિટવા નથી દેતા, એટલું અમારું પ્રદાન છે,
અમારી ચાહ છે અલગ, અમારું વતન છે અમારી ચાહત
શહીદોની યાદીમાં હોય અમારું નામ, એટલું માંગ્યુ વરદાન છે,
સંબંધો તો હોય છે માનવ માત્રની નબળાઈ
શહીદ સર્વ પ્રથમ, વતન માટે નિષ્ઠાવાન છે.
