શબ્દો
શબ્દો
શબ્દોમાં જ પ્રેમ છે ને શબ્દોમાં જ દ્વેષ
ક્યારેક હૃદય શાંત કરે તો ક્યારેક આપે આવેશ,
શબ્દોથી જ સંબંધ સચવાય ને શબ્દોથી કોઈની લાગણી ઘવાય,
ક્રોધમાં બની જાય ઝેર ને લઈ લે પોતાના સાથે વેર,
શાંતિમાં ઉછળતી જાણે સમુદ્ર ને શીતળ લહેર,
શબ્દો પાર સૈયમ રાખવો શબ્દો છે બળવાન,
છૂટે જો એક વાર તીર એનું ના લે પાછું કમાન,
શબ્દોમાં જ પ્રેમ છે ને શબ્દોમાં જ દ્વેષ
ક્યારેક હૃદય શાંત કરે તો ક્યારેક આપે આવેશ.