શાળા
શાળા
મહિનાઓ બાદ, શાળાઓ થઈ શરૂ,
ગોઠવાઈ ગયાં, માસૂમ બાળકો એ ખરું !
કેટલુંય વિચારી લીધું, મેં
મનમાં વળી,
પકડાવશે પોથી ને કલમ,
ગુરુઓ હરઘડી !
નહિ કરું તો,મળશે દમદાટી મને,
મળશે વળી ધમકી, શાળામાંથી કાઢવાની મને !
બધી સંભાવનાઓ પડી ગઈ ઊંઘી,
ન કાઢ્યો બહાર કે ન કરી બંધી !
કારણ.....
મારી શાળા ને સાહેબો છે અફલાતૂન
તેઓના થકી જ, બન્યું મારુ જીવન નૂતન !
મોટો થયો, લીધી મુલાકાત
મારી શાળાની,
પ્રેમથી માર્યો ધબ્બો, પીઠ પર થઈ નિશાની !
થઈ ગયું જીવન, આજ મારું એકદમ ધન્ય,
ઋણી રહ્યો આજીવન,
કમાઈ ને પૂણ્ય !
