શાળા સીંચે સંસ્કાર
શાળા સીંચે સંસ્કાર
ધન રાજનું છે કેળવણી
બચપણ હજો સૌ જ મધુરા
શાળા સીંચે સંસ્કાર ન્યારા
સ્વપ્નો રહે ના જ અધૂરા
સાથે રમવું સાથે બહુ ભણવું
સાથ સાથના ગુણલા ગાવા
ખેલ ભાવનાના વિકસે ઉરે
શિસ્ત તણા અમૂલખ વાઘા
મિત્ર ભાવના ગુરુજન પ્રતાપે
હિતકારી જીવન પાઠ પઢાવે
દેશના ઉત્તમ નાગરિક ધર્મે
વતન આબાદ વિશ્વે સૌહાવે
રમેશ પટેલ(આકાશદીપ)
