સૌરાષ્ટ્ર નદી વહેણની દિશા
સૌરાષ્ટ્ર નદી વહેણની દિશા


ઉત્તરમાં કચ્છ અખાતે ફુલઝર, ફાલ્કુ, નાગમતી,
આજી, મચ્છુ, બ્રાહ્મણી, સાસાંઈ, સિંહણ રંગમતી,
ભાદર, ઉબેણ, ઓઝત, રાની પશ્ચિમ દિશ દોડતી,
ઘેરાવો ઘેર ઘેર ઘેડ સીમ પાદરે કરી વાડી રડતી,
દક્ષિણ દિશ રાવળ, કપિલા, હિરણ સરિત સમાતી
ધાતરવડી, શીંગવડો, મછુન્દ્રી ને સરસ્વતી કમાતી,
કાળુભાર, ઘેલો, શેત્રુંજી, સુખભાદર, ભોગાવો પૂર્વે
તટિની ખંભાત અખાત જઈ અંબુનિધિ ગળતી ગર્વે,
ચોતરફ વરસાવતી હેત કેરી હેલી નદી નાની મોટી
અંતર્ધ્યાન થઈ પ્રસરાવી પ્રદેશે પ્રગટી પર્વત ચોટી.