STORYMIRROR

Meena Mangarolia

Abstract

3  

Meena Mangarolia

Abstract

સાથિયા

સાથિયા

1 min
466

અંતરની અમાસ ઝંખે

યાદો કેરા દીવડાં..!

દીવડાંની જ્યોત થકી

આંજી લીધી આંખડી

કાજળ તો રહી ગયું કોર

દીવડો ઝગમગે જ્યોતિ

ડગમગે..

સાથિયા પૂરાવો

દરવાજે દીવડાં

પ્રગટાવો....


આજ રુડી દિવાળી

આવી... અમાસની

અંધારી રાતે ઝગમગ

તારલીયા ચમકે

લાભ શુભ સાથે

રૂડા સાથિયા સોહાય

ઝગમગતા દિવડામાં

આનંદ ઉત્સવ ઉજવાય,

ઘેર ઘેર અવનવા રંગોના

સાથિયા, જોઈ જોઈ

મન હરખાય..

આજ આંગણે દિવાળી

આવી..આનંદ ઉત્સવ લાવી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract