સાજન
સાજન
તરસી આ વાદળી ને મેઘ મળે,
સૂની આ આંખોમાં તેજ ઝરે.
મહેક્તાં મારા તન - બાગ પર
તુજ સમાન એક ફૂલ ખીલે,
નદીનાં વહેતાં જળમાં નાવ તરે,
ઊંચે આકાશમાં જેમ પંખી ઊડે
મલકતા મારા હોઠ પર,
તુજ સમાન એક ગીત વહે,
ચાંદનીના પાલવમાં ચાંદ રમે,
સરોવરના નીરમાં કમળ ઊગે,
થનગનતા મારા મન પર,
તુજ સમાન એક સાજન વસે.
