રૂંવાટી
રૂંવાટી
(૧)
રૂંવાટી
એટલે શું ?
કોણ કહેશે ?
(૨)
રૂંવાટી જાણે
કૂતરાની પૂંછડી.
પેલી વાંકી
ને આ ?
ગમે ત્યારે ઊભી !
(૩) રૂંવાટી જાણે
અભિમન્યુનો સાતમો કોઠો,
કોઈ ભેદી શક્યું ?
(૪) રૂંવાટી
રમત રમે,
ઊભીંગ-બેઠીંગની.
(૫) દોસ્તી તો
રૂંવાટી-ચામડીની.
ખેંચાય રૂંવાટી,
દર્દ ભોગવે ચામડી.
(૬) રૂંવાટીને અભરખો
ચોટલો થવાનો,
પણ વેક્સ
તેમાં પાણી ફેરવે.
