STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Romance

3  

Rekha Shukla

Abstract Drama Romance

રંગોળી

રંગોળી

1 min
247

ઊડી ફર ફર ફૂલોની રંગીલી રંગોળી,

મૂળિયાં થઈને ઊગી ફરી ગઈ રંગોળી,


ઓ હેલો પતંગિયા ઊભું તો રે' જરાં

એના કેશની મહેંક સૂંધી લેને જરાં,


અટકચાળો વાંકડિયા વાળે લટોમાં 

ઉપરથી છેડતો છબીલો એક મૂંછાળો,


લીંબુની ફાડ જેવી આંખુયે તાંકતો

મન લલચાવી મૂવો તન ને માંગતો,


એક વાર સાવજ થૈ ફરતો નજરે ચડ્યો

દેવી કેમે ગાળુ ઇ અધરો ચૂમી ગયો,


ખોસી ગુલાબનું ફૂલ ચિતડું ચોરી ગયો

ચોળી મારી તંગતંગ અસ્વસ્થ ચોટી ગયો,


આમને સામને દિલે રૂબરૂ જ થઈ ગયો

મુજને ચોરી મુજમાંથી લગોલગ થૈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract