STORYMIRROR

'Sagar' Ramolia

Children

3  

'Sagar' Ramolia

Children

રીંછનાં લગ્ન

રીંછનાં લગ્ન

1 min
316

રીંછભાઈનાં લગન થાય,

માંડવો રોપાય જાન જાય,


શિયાળજી શરણાઈ ફૂંકે,

રીંછણ મોટેથી પોક મૂકે,


વાંદરાભાઈ ઢોલ વગાડે,

સિંહરાજા ચડી બેઠા પાડે,


વાઘ છે વરનો અણવર,

ખાણાનો ભાર ચિત્તા ઉપર,


સસલાનો ગજરો બનાવ્યો,

હાથી સૂંઢમાં અત્તર લાવ્યો,


નોળિયો રસ્તો સાફ કરતો,

દીપડો ત્યાં પહેરો ભરતો,


વરૂભાઈ તો ફૂલ પાથરે,

સાબર તેને સહાય કરે,


રીંછભાઈ બન્યા વરરાજા,

ગધેડે ચડી વગાડયાં વાજાં.


Rate this content
Log in

Similar gujarati poem from Children