STORYMIRROR

Vrajlal Sapovadia

Comedy Tragedy Children

3  

Vrajlal Sapovadia

Comedy Tragedy Children

રાજા બનવાની લાયકાત

રાજા બનવાની લાયકાત

1 min
186

ભર ઊંઘમાં વિધાતાએ જગાડ્યો 

ખબર ના પડી કે,

હતો એ શ્રાપ, આદેશ કે આશીર્વાદ ! 


કહે કે તારે બનવાનું છે રાજા, 

ગભરાઈને ધ્રુજતા સ્વરે પૂછ્યું મેં, 

કરવાનું મારે શું એ તો કહો !


ભભૂતિ લગાવવાની શરીરે,

કપાળે બીજાં રંગીન દ્રવ્યો લગીરે 

ગળે ને હાથમાં પહેરી લે માળા, 


મૂંઝાયો મનમાં આવા તે કંઈ રાજા ?

કહે મળશે રોજ ખાવા ખાજા ઝાઝા, 

ચરકટીયા વસ્ત્રો આપી બોલ્યા પહેરી લે, 


ડરતા ડરતા પૂછ્યું હળવેકથી,

શીખ તો આપો લોક કલ્યાણ તણી !

રાજાનો ધર્મ તો સમજાવો જરા ! 


ખંધુ હસ્યા માની મને ગમાર જેવો,

લગાવ ડૂબકી આ ચોખ્ખા જળના હોજમાં 

લોકને લાગશે નદી, ને એનું કલ્યાણ !


થશે તારું ને થોડાં ચેલા ચેલીનું કલ્યાણ ! 

લાગશે લોકને એનું !

સિંહાસને બોલજે અષ્ટમ પષ્ટમ શ્લોક,


પુષ્પક વિમાનમાં ફકીર થઈ ઊડજે

રૂડા કરજે ઠેર ઠેર મેળાવડા 

ઠીક લાગ્યે રુદન કરજે લોકના દુઃખ પર,


નમ્ર થઈ કહ્યું શીખવો મને મારતા ડૂબકી,

શિખા સહ મારી ડૂબકી જેવી વિધાતાએ ઊંડી,

નાસ્યો હું મુઠ્ઠી વાળી ઉલ્ટી દિશા ભણી ! 


Rate this content
Log in

Similar gujarati poem from Comedy