પૂછી લેજો જરા મલકતાં
પૂછી લેજો જરા મલકતાં
મૂકી ખભા પર હાથ અમસ્તાં,
પૂછી લેજો જરા મલકતાં,
"કેવું ચાલે છે લખવાનું?"
નથી પારકા અમને જણાવો,
થોડું સુનો, થોડું સુનાવો,
સાથ તમારો માંગી લેશું,
આભને પણ અમે આંબી લેશું,
પૂછી લેજો હાથ પકડતાં, "કેવું ચાલે છે લખવાનું?"
