STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

પુસ્તકનું સત્વ અને મહત્વ

પુસ્તકનું સત્વ અને મહત્વ

1 min
219

પુસ્તક માનવ જીવન માટે, એક મોટું વરદાન છે,

પુસ્તક વાંચતા રહેવું, એ પણ પુસ્તકનું બહુમાન છે,


અભ્યાસ સિવાયના પુસ્તક, એ નથી કાંઈ કોર્સ બહારની વસ્તુ,

અભ્યાસ સિવાયના પુસ્તક પણ વ્યક્તિત્વને આપે નવા આયામ છે,


પુસ્તકને પણ લાગુ પડે છે સંગ તેવો રંગનો નિયમ,

સારા પુસ્તકનું ચયન પણ દાખવે યોગ્યતાનું નિશાન છે,


મોબાઈલ અને ટીવીની દુનિયામાંથી થોડી માણવાની છે મુક્તિ

પુસ્તકો દાખવી શકે આપણી ઘણી સમસ્યાઓનું સમાધાન છે,


પ્રેરણાદાયી પુસ્તકોની અસર થતી હોય છે સાર્વજનિક જીવન ઉપર પણ

રામાયણ અને મહાભારત જેવા પુસ્તક, સદીઓથી જિંદગીને આપ્યું ઉત્થાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract