STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

પુસ્તક પ્રેમ

પુસ્તક પ્રેમ

1 min
484

પુસ્તક માનવ જીવનમાં કરાવે એક અલગ પ્રતીતિ છે

સારા પુસ્તક થકી જિંદગીમાં આવે ઈચ્છનીય ગતિ છે,


પુસ્તકની ઓળખ છે મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શક તરીકે

પુસ્તકનું પમરાટ જગાવે, પ્રશંસનીય ચિતશક્તિ છે,


ગમે તેવી લાંબી અને કંટાળાજનક હોય મુસાફરી

પુસ્તક હોય સાથે તો, જાણે મસ્ત મજાની મસ્તી છે,


દુનિયાના દરેક વિષયને સમાવતું હોય છે પુસ્તક

પુસ્તક એક જાણે, ઝળહળતી જ્યોતિ છે,


પુસ્તકોની દુનિયામાં છે સારું નરસું અને છે બધી જાતની વિવિધતા

પુસ્તકની પસંદગીમાં રાખવાની, સમજ અને સાવચેતી છે,


પુરી દુનિયામાં સોશિયલ મીડિયાએ જમાવ્યો છે વધુ પડતો કબજો

પુસ્તક લેખન અને પુસ્તક વાંચન માટે, જગાવવાની જનજાગૃતિ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract