પરીકથા
પરીકથા
આકાશમાં પરીઓનો દેશ આવેલો,
ત્યાં હું તો વિહરતી નિર્ભય.
ન કોઈ અભિમાન કે ન તો મનમોટાવ.
આતો પરીઓનો દેશ, પ્રેમપુર્વક રહે સૌ મજાથી,
ત્યાંની રાણી બહુ નિરાળી જાદુગરની,
અમારી દોસ્તી ખુબ જામી,
પરીઓની રાણીના ઠાઠ મજાના,
દોસ્તી તો બાકી અમારી જામી,
ચાંદામામા અમારા રાજા,
અમે તો સૌ પરીલોકના વાસી.
સપનાંના રાજકુમાર સાથે હળતી મળતી,
આ પરીઓની રાણી, ચહેરે સહેજ ગુસ્સો,
તો વટ છાડતી મજાની આ પરીઓની રાણી.
સુંદર નગરને હિરા જડેલા,
પરીલોક છે બહુ નિરાળુ,
આકાશમાં પરીઓનો દેશ આવેલો,
ત્યાં હું તો વિહરતી નિર્ભય.
