પરીકથા
પરીકથા
કોણ સંભળાવે મને પરીકથા,
મા તો ગઈ છે મજૂરી એ,
બાપો ગયો છે તગારી એ,
કોણ સંભળાવે મને પરીકથા !
માને એક દિવસ કહ્યું હતું,
મા મા મને પરીની વારતા કહેને,
મા માથુ પકડી કહે,
"જો બેટી તું કહે તો
સાત ભાઈને એક ગાડાની વરતા કહુ.
તું જો કહે તો ચાર ભાઈને એક બહેનની વરતા કહુ
પણ આ પરી બરી કોઈ દિવસ જોઈ નથી
તો એની વરતા કેવી રીતે કહુ ?"
જા તું દાદી પાસે જા,
મને કામ કરી કરી કમર દુ:ખે છે,
સુવા દે શાંતિથી માને મળે શાંતિ,
એટલે આપડે ચાલ્યા દાદી પાસે.
જઈ દાદી પાસે કહ્યું
"દાદી દાદી વરતા કે પરીની વારતા કે,
દાદી બોલી "સારુ સારુ મારી પાસે ઊંઘ,
હું તો દાદી પાસે સૂતી.
દાદી બોલી એક હતી પરી,
બીલકુલ તારા જેવી, રૂપરૂપનો અંબાર,
હું વચ્ચે બોલી આ રૂપરૂપનો અંબાર એટલે શું ?
દાદી બોલી મારી દિકરી જેવી સુંદર,
એક દિવસ તે ધરતી પર આવી,
ઉપવનમા ઉતરી સખીયો સાથે ગેલ કરતી,
ભાન ભૂલી તે ઋષીનાં તપમા કર્યો ભંગ,
ઋષી થયા કોપિત, કહ્યું "તું પરી મટી માનવ થા."
બધી પરીઓ ચાલી ગઈ,
બસ એક રહી ગઈ,
બાગમા આવ્યો રાજકુમાર,
રાજકુમારને પરી ગમી ગઈ,
પરીને રાજકુમાર પરીને પરણી લઈ ગયો,
પુરી થઈ પરીકથા.
