STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Children Others

3  

Dharmik Parmar 'Dharmad'

Children Others

પરી હોંઉ તો ?

પરી હોંઉ તો ?

1 min
1.0K


હું પરી હોંઉ તો ?

હું પરી હોઉં તો

રોજ નિશાળે ઉડતી ઉડતી જાઉં !

જો પરી હોંઉ તો !


હું પરી હોઉં તો...

રોજ ડબ્બામાં ચોકલેટ લઈ જાઉં !

જો પરી હોંઉ તો !


હું પરી હોઉં તો...

રોજ બગીચે રંગીલા ગીત ગાઉં !

જો પરી હોંઉ તો !


હું પરી હોઉં તો...

લેશન સઘળું છુ મંતર કરી દઉં !

જો પરી હોંઉ તો !


હું પરી હોઉં તો...

રોજ વાદળા સાથે છમછમ ન્હાઉં !

જો પરી હોંઉ તો !


હું પરી હોઉં તો...

નાની થઈને કીડીઓને દર જાઉં !

જો પરી હોંઉ તો !


હું પરી હોઉં તો...

આંબા પરથી મીઠી કેરી લાઉં !

જો પરી હોંઉ તો !


Rate this content
Log in

Similar gujarati poem from Children